સુરતમાં વરસાદી કહેર: અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ, ટ્રાફિક પોલીસના ડાયવર્ઝન

સુરત: ભારે વરસાદથી સુરત શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. શ્યામ મંદિર, અલ્થાણ રોડ, મહાવીર ભગવાન યુનિવર્સિટી સામે અને DGVCL ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર પર અસર પડી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે શ્યામ મંદિર વિસ્તારનો ટ્રાફિક BRTS રૂટ તરફ ડાયવર્ટ કર્યો છે. અસરગ્રસ્ત માર્ગો પર બેરિકેટિંગ કરીને વાહનચાલકોને વૈકલ્પિક રૂટ અપનાવવાની સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દર બે કલાકે ટ્રાફિક રૂટ અંગે અપડેટ જાહેર કરવામાં આવી રહ્યા છે.

પોલીસે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ મુસાફરી પહેલાં ટ્રાફિક અપડેટ્સ ચેક કરવાની અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail