ધોની IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે, પૂર્ણકાલિક વિકેટકીપર બનવા માગે છે

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આગામી IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવાનો ઇનકાર કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી સુબ્રમણ્યમ બદ્રીનાથે આ માહિતી આપી છે.

બદ્રીનાથના જણાવ્યા મુજબ, ધોની જો IPLમાં રમવાનું ચાલુ રાખશે તો પૂર્ણકાલિક વિકેટકીપર તરીકે જ રમવા માગે છે. જોકે 45 વર્ષની ઉંમરે 20 ઓવર સુધી વિકેટકીપિંગ કરવું તેમના માટે પડકારરૂપ બની શકે છે.

બદ્રીનાથનું માનવું છે કે ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી ધોનીનો વર્કલોડ ઓછો થઈ શકે અને CSK તેમના અનુભવ તથા ફિનિશર તરીકેની ક્ષમતાનો વધુ ફાયદો લઈ શકે. જોકે ધોનીની પસંદગી સ્પષ્ટ હોવાથી CSKએ આગામી સિઝનમાં તેમની ભાગીદારી અંગે નિર્ણય માટે રાહ જોવી પડી શકે છે.

ધોની છેલ્લાં કેટલાક સત્રથી ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 2024ની સિઝન પહેલાં તેમણે CSKની કેપ્ટનશિપ છોડી હતી અને ત્યારથી તેઓ મુખ્યત્વે નીચલા ક્રમે મર્યાદિત ભૂમિકામાં બેટિંગ કરી રહ્યા છે.

Leave a Comment

Traffic Tail