દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા LCBનો મોટો ઘા: ₹69 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

1,152 પેટી દારૂ ભરેલો આઇસર ટ્રક કબજે, કુલ ₹84 લાખનો મુદ્દામાલ જપ્ત; પોલીસને જોઈ ચાલક ફરાર

વડોદરા: રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દરોડો પાડી પોલીસે 1,152 પેટી વિદેશી દારૂ ભરેલો આઇસર ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ₹69 લાખની કિંમતનો દારૂ અને ટ્રક સહિત કુલ ₹84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ આઇસર ટ્રકને રોકવાનો પ્રયાસ થતાં જ ચાલક ટ્રક રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

ટ્રકની તપાસ દરમિયાન અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી વાહનને સીઝ કર્યું હતું.

આ મામલે ભાદરવા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

વડોદરા LCBની આ કાર્યવાહી રાજ્યમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામેનો વધુ એક મોટો ફટકો માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail