વડોદરા: ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે ઝડપી પાડાયેલા બે શંકાસ્પદ આતંકીઓ સયાજીગંજની એમ્બેસેડર હોટેલમાં રોકાયા હતા. આ મામલે હોટેલ સંચાલકની ભૂમિકા સહિત તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.
તપાસ એજન્સીને શંકા છે કે રથયાત્રા પૂર્વે વડોદરામાં ગુપ્ત બેઠક યોજાઈ હતી. પ્રાથમિક તપાસમાં 18 વર્ષીય બિલાલ ઘાંચીની કડી પાલનપુરના ભાગળ ગામ સાથે જોડાયેલી હોવાનું તેમજ તમામ શંકાસ્પદો સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
કાશ્મીરથી વધુ એક શંકાસ્પદને વડોદરા બોલાવ્યાની માહિતી મળ્યા બાદ ATSએ સમગ્ર નેટવર્ક અને સંભવિત સંપર્કોની તપાસ વધુ તીવ્ર બનાવી છે.








