સાઉદી અરેબિયામાં અરામકોનું હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોનાં મોત

રિયાધ: સાઉદી અરેબિયામાં એક દુઃખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. અકસ્માતગ્રસ્ત હેલિકોપ્ટર વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની અરામકોનું હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. સત્તાવાર માહિતી અનુસાર, તમામ મૃતકો સાઉદી અરેબિયાના નાગરિકો હતા.

અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જોકે, હેલિકોપ્ટરમાં સવાર કોઈપણ વ્યક્તિને બચાવી શકાયા નહોતા.

હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તકનીકી ખામી, હવામાનની સ્થિતિ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે જાણવા સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અરામકો અને સાઉદી સત્તાવાળાઓએ ઘટનાપ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail