કાજુ કતરી બાદ રૂ.15 લાખની પેટીસમાં કટકીનો આક્ષેપ, હેમાંગ વસાવડાએ ઉઠાવ્યા સવાલ

રાજકોટઃ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન રૂ.25 લાખની કાજુ કતરીના કથિત કૌભાંડ બાદ હવે જન્માષ્ટમીના મટકી ફોડ કાર્યક્રમને લઈને પણ કટકીના આક્ષેપો સામે આવ્યા છે. કોંગ્રેસના આગેવાન હેમાંગ વસાવડાએ આ મુદ્દે સવાલો ઉઠાવી સમગ્ર મામલાની તપાસની માગ કરી છે.

હેમાંગ વસાવડાના આક્ષેપ મુજબ, જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન રૂ.25 લાખની કાજુ કતરીનો મુદ્દો સામે આવ્યો હતો અને સ્ટાફ દ્વારા કથિત કૌભાંડ અંગે અંદરખાને માહિતી બહાર આવી હતી. હવે જન્માષ્ટમીના મટકી ફોડ કાર્યક્રમમાં પણ ખર્ચ અને વ્યવસ્થાને લઈને ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

વસાવડાએ ખાસ કરીને રૂ.15 લાખની પેટીસના મુદ્દે સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે “રૂ.15 લાખની પેટીસ કોણ ખાઈ ગયું?” તેમણે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા અને ખર્ચની વિગતો જાહેર કરવાની માગ કરી છે.

જોકે, આ તમામ આક્ષેપો અંગે સંબંધિત તંત્ર અથવા જવાબદાર પક્ષનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેથી સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

Leave a Comment

Traffic Tail