બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બની રહ્યું છે. 23 સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે.
સિસ્ટમની અસરથી 27 સપ્ટેમ્બર સુધી 8 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અતિભારે વરસાદ સાથે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને પૂરનું જોખમ વ્યક્ત કરાયું છે. પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી છે.









