સેન્સેક્સ 245 પોઈન્ટ વધ્યો; સોનું રૂ.2,100 અને ચાંદી રૂ.7,700 મોંઘી
શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ રહ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને પગલે બજારમાં ખરીદીનું સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન સેન્સેક્સ ઊંચામાં 74,728 સુધી પહોંચ્યો હતો અને અંતે 245 પોઈન્ટના વધારા સાથે 74,559 પર રહ્યો હતો.
નિફ્ટી પણ 75 પોઈન્ટના સુધારા સાથે 23,346ની સપાટીએ પહોંચ્યો હતો. બજારમાં તેજીની સાથે સોના-ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો હતો.
વિશ્વબજારમાં સોનાનો ભાવ 4,376 ડોલર રહ્યો હતો. સ્થાનિક બજારમાં હાજર સોનું રૂ.2,100 વધીને રૂ.1,58,700 પ્રતિ 10 ગ્રામ થયું હતું. હાજર ચાંદીમાં રૂ.7,700નો ઉછાળો નોંધાતા ભાવ રૂ.2,44,700 પ્રતિ કિલો થયો હતો.
વાયદા બજારમાં સોનું રૂ.1,100 વધીને રૂ.1,54,075 અને ચાંદી રૂ.2,42,300ના સ્તરે પહોંચી હતી. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને 103.43 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.









