LPG સપ્લાય સિસ્ટમને મળશે મોટો બૂસ્ટ

રૂ.7,000 કરોડના ખર્ચે દેશમાં 1,800 કિ.મી. નવી LPG પાઈપલાઈન નંખાશે

દેશમાં LPGના પરિવહનને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારે 1,800 કિ.મી. નવી LPG પાઈપલાઈન નાખવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.7,000 કરોડનો ખર્ચ થવાનો છે.

નવી પાઈપલાઈન તેલંગાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક અને ગોવા જેવા રાજ્યોને જોડશે.

= 7,000 કિ.મી.ના નેટવર્કમાં થશે વધારો

હાલ દેશમાં લગભગ 7,000 કિ.મી. લાંબી LPG પાઈપલાઈનનું નેટવર્ક છે. હવે તેમાં વધુ 1,800 કિ.મી.નો ઉમેરો કરવામાં આવશે. આથી દેશનું LPG પરિવહન નેટવર્ક વધુ વ્યાપક બનશે.

= પરિવહન વધુ ઝડપી અને સલામત બનશે

પાઈપલાઈન મારફતે LPGનું પરિવહન થવાથી લાંબા અંતરના પુરવઠાને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ મળશે. સાથે જ LPGની સપ્લાય ચેઈનને મજબૂત કરીને વિવિધ વિસ્તારોમાં સતત પુરવઠો જાળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

= છ રાજ્યોને મોટો લાભ

નવી પાઈપલાઈનથી છ રાજ્યોમાં LPG પુરવઠાની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. વધતી વસ્તી અને LPGની માંગને ધ્યાનમાં રાખીને આ નવું નેટવર્ક ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.

રૂ.7,000 કરોડનું રોકાણ અને 1,800 કિ.મી.નો વિસ્તરણ દેશના LPG ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા આપશે.

Leave a Comment

Traffic Tail