ઝારખંડમાં છાત્રોના ઉગ્ર આંદોલન બાદ રાજ્ય સરકારે JSSC CGL અને CDPO પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે ઝારખંડ હાઈકોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી છે.
હાઈકોર્ટના આદેશથી પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને તેમની નોકરી પર પરત ફરવાનો માર્ગ પણ સરળ બન્યો છે.
કોર્ટના નિર્ણય બાદ સરકારના પરીક્ષા રદ કરવાના આદેશને હાલ અમલમાં મૂકવામાં નહીં આવે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર મામલે 15 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે.
આ અગાઉ ફૂડ સેફ્ટી ઓફિસરની પરીક્ષાને લઈને પણ ઉમેદવારોને કોર્ટમાંથી રાહત મળી હતી. હવે JSSC CGL અને CDPO પરીક્ષાના મામલે હાઈકોર્ટના નિર્ણયથી સફળ ઉમેદવારોને મોટી રાહત મળી છે.









