વૃંદાવનમાં નિર્માણાધીન મોલની છત તૂટી પડતાં 3 મજૂરોના મોત

વૃંદાવનના રુકમણી વિહારમાં નિર્માણાધીન **‘વૃંદાવન કોર્ટ યાર્ડ મોલ’**માં મોડીરાત્રે શટરીંગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બીજા માળે છત અને છજાનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક શટરીંગ અને ફાઉન્ડ્રીંગની સામગ્રી તૂટી પડી હતી.

કાટમાળ નીચે દટાઈ જવાથી ત્રણ મજૂરોના મોત થયા હતા, જ્યારે એક મજૂર ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

દુર્ઘટનાની જાણ થતાં મૃતક મજૂરોના પરિવારોમાં શોક છવાયો હતો. પરિવારજનોએ નિર્માણ કંપની પર સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારીનો આરોપ લગાવી મૃતકોના પરિવારને રૂ.50 લાખનું વળતર આપવાની માંગ કરી છે.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બીજી તરફ, ઓમેકસના જનરલ મેનેજરે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

Leave a Comment

Traffic Tail