વાહનમાં નંબર પ્લેટ હોવા છતાં પેટ્રોલ પંપ પર ઈંધણ આપવાનો ઈનકાર કરવામાં આવતા વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. નંબર પ્લેટ ફેન્સી હોવાનું કહીને આરટીઓની પ્લેટ નથી તેવું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.
નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ નહીં આપવાના જાહેરનામાનો પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ખોટો અર્થ કાઢીને વાહનચાલકોને પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે. વાહન પર નંબર હોવા છતાં ઈંધણ કેમ નહીં મળે તેવો સવાલ પણ વાહનચાલકો ઉઠાવી રહ્યા છે. “નંબર પ્લેટના આધારે તો વાહનચાલકને મેમો મળી શકે છે, તો પછી પેટ્રોલ કેમ નહીં?” તેવી ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી છે.









