ફરિયાદનો નિકાલ કર્યા વગર જ ‘સોલ્વ’નો મેસેજ : રાજકોટ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો

રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વોર્ડ નંબર 10ના વિમલનગર વિસ્તારમાં ડ્રેનેજ અંગે ફરિયાદ નોંધાવ્યાની ગણતરીની મિનિટોમાં જ ફરિયાદનો વાસ્તવિક નિકાલ કર્યા વગર અરજદારને ‘તમારી ફરિયાદ સોલ્વ થઈ ગઈ છે’ તેવો મેસેજ મળ્યો હતો.

ફરિયાદ સ્થળ પર સમસ્યા યથાવત્ હોવા છતાં તેને ઉકેલાઈ ગયેલી દર્શાવવામાં આવતા અરજદારને ભારે આશ્ચર્ય થયું હતું. ફરિયાદનો નિકાલ કર્યા વિના જ સિસ્ટમમાં ફરિયાદ ‘સોલ્વ’ બતાવવાની કામગીરીથી કોર્પોરેશનની કાર્યપ્રણાલી સામે સવાલો ઉભા થયા છે. કામગીરી કર્યા વગર ફરિયાદોનો નિકાલ દર્શાવવામાં આવી રહ્યો છે કે કેમ તે અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે.

Leave a Comment

Traffic Tail