હિન્દ મહાસાગરમાં ચીનની નૌસૈનિક તૈયારી ભારત માટે મોટો પડકાર

ચીન પોતાની નૌસૈનિક શક્તિ વધારવા માટે હવે વિમાનવાહક જહાજો સાથે મોટી સંખ્યામાં ટ્રેઈન્ડ પાયલોટ તૈયાર કરવા પર પણ ધ્યાન આપી રહ્યું છે. પાયલોટોની ભરતી અને તાલીમ માટે ચીને કાયમી વ્યવસ્થા ઊભી કરી છે, જેનાથી તેની નૌસેનાની ક્ષમતા આગામી વર્ષોમાં વધુ વધી શકે છે.

ચીન હાઈસ્કૂલના યુવાનો, નૌસેનાની એવિએશન સ્કૂલના વિદ્યાર્થીઓ, સાયન્સ-એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ તથા સૈન્ય અને સિવિલ ક્ષેત્રના ઉમેદવારોને તાલીમ આપી રહ્યું છે. આ ઉપરાંત મહિલા કેરિયર પાયલોટ્સની તાલીમ પણ શરૂ કરવામાં આવી છે.

ચીનની વિમાનવાહક જહાજોની સંખ્યા અને ક્ષમતા વધતા પાયલોટ્સ ઉપરાંત ટ્રેનર્સ અને ટેકનિકલ કર્મચારીઓની પણ મોટી જરૂરિયાત ઊભી થશે. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી સક્રિયતા ભારત માટે વ્યૂહાત્મક પડકાર છે.

ભારતીય નૌસેના પાસે વિમાનવાહક જહાજોના સંચાલનનો લાંબો અનુભવ છે, પરંતુ માત્ર અનુભવ પર નિર્ભર રહી શકાય નહીં. પાયલોટ, ટ્રેનર અને ટેકનિકલ માનવબળ વધારવું ભારત માટે હવે મહત્વનું બની રહ્યું છે.

Leave a Comment

Traffic Tail