IPOનો ધમાકો: 34 કંપનીઓ લાવશે ₹45 હજાર કરોડ

30 સપ્ટેમ્બર સુધીમાં IPOની લાઈન, રોકાણકારો માટે નવી તકો

મુંબઈ: ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં IPOનો મોટો ધસારો જોવા મળી શકે છે. 34 કંપનીઓ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં IPO લાવીને ₹45,000 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે.

સેબીની મંજૂરીની સમયમર્યાદા નજીક હોવાથી કંપનીઓ ઝડપથી ઈશ્યુ લાવવાની તૈયારી કરી રહી છે. 30 સપ્ટેમ્બર સુધીમાં હવે માત્ર 35 ટ્રેડિંગ સેશન બાકી હોવાથી લગભગ દરરોજ નવો IPO જોવા મળી શકે છે.

આ યાદીમાં ક્રેડિલા ફાઇનાન્સિયલ સર્વિસિસ, ડોર્ફ-કેટલ કેમિકલ્સ, કન્ટિન્યુઅમ ગ્રીન એનર્જી, પ્રેસ્ટિજ હોસ્પિટાલિટી અને ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી સહિતની કંપનીઓ સામેલ છે.

સમયમર્યાદા ચૂકી જાય તો કંપનીઓએ ફરીથી DRHP ફાઈલ કરીને સેબીની મંજૂરી લેવી પડશે, જેમાં વધારાનો ખર્ચ અને 60થી 90 દિવસનો સમય લાગી શકે છે.

2026ના પ્રથમ સાત મહિનામાં 39 કંપનીઓએ IPO મારફતે ₹51,000 કરોડ એકત્ર કર્યા છે. આગામી મહિનાઓમાં વધુ IPO આવતાં રોકાણકારો માટે પ્રાથમિક બજારમાં નવી તકો ઊભી થઈ શકે છે.

Leave a Comment

Traffic Tail