ગોંડલમાં દારૂ ભરેલી કારનો ફિલ્મી પીછો: 672 બોટલ સાથે 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસને જોઈ કાર ભગાવી, બે બુટલેગર કાર મૂકી ફરાર

ગોંડલ: રૂરલ LCBએ બાતમીના આધારે દારૂ ભરેલી બ્રેઝા કારનો પીછો કરી કાર ઝડપી પાડી હતી. કારમાંથી 672 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને જોઈ બે શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા.

મુખ્ય આરોપી દેવાંગ રમણીક પરમાર સહિત બે શખ્સો સામે ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Leave a Comment

Traffic Tail