SOGની કાર્યવાહી: 4.71 કિલો ગાંજો જપ્ત, ₹2.35 લાખનો મુદ્દામાલ
દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામમાં SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સેવા-પૂજાનું કામ કરતા 46 વર્ષીય વિજય કાપડીના રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન ફળિયામાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી 4 કિલો 710 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે ₹2,35,500 હોવાનું જણાવાયું છે.
આરોપીને કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









