આહીર સેના રાજકોટ શહેર પ્રમુખ તરીકે સૂરજ ડેરની સર્વાનુમતે વરણી

સમાજસેવામાં સક્રિય યુવા આગેવાનને નવી જવાબદારી; શુભેચ્છકોમાં આનંદની લાગણી

રાજકોટ: સમાજસેવાના ક્ષેત્રે સક્રિય યુવા આગેવાન સૂરજ વાજસુરભાઈ ડેરની આહીર સેના રાજકોટ શહેર પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમની નિમણૂકથી સમાજના યુવાનો અને આગેવાનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

સૂરજ ડેર લાંબા સમયથી વિવિધ સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ સાથે તન, મન અને ધનથી જોડાઈ સમાજહિતના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની સેવાભાવી કામગીરીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આહીર સેના રાજકોટ શહેર પ્રમુખ તરીકેની વરણી બાદ સમાજના આગેવાનો, કાર્યકરો, મિત્રો અને શુભેચ્છકો દ્વારા સૂરજ ડેરને અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail