રાજકોટમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપ આગેવાનનો આક્ષેપ: અનેક ફરિયાદ છતાં કાર્યવાહી નહીં

વોર્ડ નં. 9ના ગંગોત્રી પાર્ક વિસ્તારમાં બાંધકામ યથાવત; ટીપી બ્રાન્ચના અધિકારીઓ સામે ગંભીર સવાલો

રાજકોટ: શહેરના વોર્ડ નં. 9માં ગેરકાયદે બાંધકામને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. ડેપ્યુટી મેયરના મતવિસ્તાર હેઠળ આવેલા ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ અંગે સોસાયટી પ્રમુખ અને ભાજપ આગેવાન બહાદુરભાઈ માંજરીયાએ ટાઉન પ્લાનિંગ (ટીપી) બ્રાન્ચમાં અનેક વખત લેખિત ફરિયાદો કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ગંભીર આક્ષેપો કર્યા છે.

ફરિયાદ મુજબ, અનેક રજૂઆતો છતાં ગેરકાયદે બાંધકામનું કામ યથાવત ચાલુ છે. બહાદુરભાઈ માંજરીયાએ ટીપી બ્રાન્ચના અધિકારીઓની કામગીરી પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે ફરિયાદો છતાં કાર્યવાહી ન થવાથી નિયમોના અમલ સામે શંકા ઉભી થઈ રહી છે.

આ મામલો સામે આવતાં ફરી એકવાર ટીપી બ્રાન્ચની કામગીરી વિવાદના કેન્દ્રમાં આવી છે. હવે સમગ્ર મામલે મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

Leave a Comment

Traffic Tail