મેઘપર આંબરડીમાં પોલીસનો મેગા દરોડો: ₹42.37 લાખનો વિદેશી દારૂ જપ્ત, બુટલેગરો ફરાર

નદીના કાંઠેથી હજારો દારૂની બોટલો-પાઉચ અને બે વાહનો કબ્જે; પોલીસની તપાસનો ધમધમાટ

જામનગર: જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામે શેઠવડાળા પોલીસે દરોડો પાડી ₹42.37 લાખનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. નદીના કાંઠે છુપાવવામાં આવેલા જથ્થામાંથી 2,917 ઇંગ્લિશ દારૂની બોટલો, 4,986 દારૂના પાઉચ, એક ટ્રક, એક બોલેરો પીકઅપ તેમજ બેન્ટોનાઇટ પાવડર કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણાના નામ સામે આવ્યા છે. જોકે, દરોડા દરમિયાન મુખ્ય બુટલેગરો તેમજ વાહનચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય ચેઇન સાથે કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail