રાજકોટ નાના મવા રોડ ફાયરિંગ કેસમાં તપાસ તેજ: રાજવીર વાળાના 3 દિવસના રિમાન્ડ મંજૂર, વધુ એક હથિયાર જપ્ત

રાજકોટ: નાના મવા રોડ પર થયેલા ફાયરિંગ અને કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કેસમાં પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. કેસમાં ઝડપાયેલા આરોપી રાજવીર વાળાને અદાલતે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે, જ્યારે મુખ્ય આરોપી રણજીત વાળાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામમાં દરોડો પાડી વધુ એક ગેરકાયદેસર હથિયાર કબજે કર્યું છે. આ સાથે અત્યાર સુધી પોલીસે ગુનામાં વપરાયેલા કુલ બે હથિયાર અને આઠ જીવતા કાર્ટિસ જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરીને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો, અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ તેમજ સમગ્ર કાવતરાની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ વિસ્તારી ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેન સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા, કોના મારફતે સપ્લાય કરવામાં આવ્યા અને તેમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail