88 કર્મચારીઓની માંગણી આધારે અને 205ની જાહેરહિતમાં બદલી; LCB સહિત અનેક પોલીસ મથકોમાં મોટા પાયે ફેરબદલ
ભુજ: પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા એકસાથે 293 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
જાહેર કરાયેલા આદેશ મુજબ 88 પોલીસ કર્મચારીઓની તેમની માંગણીના આધારે, જ્યારે 205 કર્મચારીઓની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે. આ નિર્ણયથી પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં નોંધપાત્ર વહીવટી પુનર્ગઠન જોવા મળ્યું છે.
બદલીના આદેશ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), અંજાર, આદિપુર, ભચાઉ અને ગાંધીધામ સહિતના મહત્વના પોલીસ મથકો અને શાખાઓમાં મોટા પાયે કર્મચારીઓની ફાળવણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કામગીરીને વધુ અસરકારક બનાવવા, વહીવટી સંતુલન જાળવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે આ આંતરિક બદલી કરવામાં આવી છે.
નવી બદલીના આદેશ બાદ સંબંધિત તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે. વિભાગનું માનવું છે કે આ ફેરબદલથી પોલીસ કામગીરીમાં વધુ કાર્યક્ષમતા અને સંકલન જોવા મળશે.









