વડોદરાના વેપારી આશિષ બાકોલીયા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો: કોન્ટ્રાક્ટ કિલિંગનું કાવતરું બહાર આવ્યું

વડોદરા: શહેરના વેપારી આશિષ બાકોલીયા પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. તપાસ દરમિયાન આ સમગ્ર ઘટનાના પાછળ કોન્ટ્રાક્ટ કિલિંગનું કાવતરું હોવાનું સામે આવ્યું છે. પોલીસે છત્તીસગઢમાંથી બે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે વેપારીની હત્યા કરવા માટે રૂ.2 લાખથી વધુની સોપારી આપવામાં આવી હતી. આરોપીઓએ સુનિયોજિત રીતે હુમલાની યોજના ઘડી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

આ કેસમાં વડોદરા LCB અને SOGની સંયુક્ત ટીમે સઘન તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે છત્તીસગઢમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન કોન્ટ્રાક્ટ કિલિંગના સમગ્ર કાવતરાનો ભેદ ખુલ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ હવે આ ષડ્યંત્રમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ભૂમિકા અને સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.

Leave a Comment

Traffic Tail