IPS વાબાંગ જામીરને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો વધારાનો ચાર્જ

સુરત: રાજ્ય સરકારે વરિષ્ઠ IPS અધિકારી વાબાંગ જામીરને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર (CP) તરીકે વધારાનો ચાર્જ સોંપ્યો છે. નવા કાયમી પોલીસ કમિશનરની નિમણૂક અંગે હુકમ ન થાય ત્યાં સુધી તેઓ આ જવાબદારી સંભાળશે.

વાબાંગ જામીર હાલમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર હતા. રાજ્ય સરકારના આદેશ બાદ હવે તેઓ સુરત શહેર પોલીસ કમિશનર તરીકેની કામગીરી પણ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે વાબાંગ જામીર અગાઉ પણ સુરત શહેરમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે મહત્વપૂર્ણ સેવા આપી ચૂક્યા છે. સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ તંત્રના વહીવટનો તેમને અગાઉથી જ સારો અનુભવ હોવાથી તેમની નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સરકાર દ્વારા કાયમી પોલીસ કમિશનરની નિમણૂક અંગે નવા આદેશ બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી વાબાંગ જામીર સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવશે.

Leave a Comment

Traffic Tail