ગુજરાત ATSની મોટી કાર્યવાહી: મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

અમદાવાદ: ગુજરાત ATSએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરતાં ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી કુલ 8 શંકાસ્પદ આતંકી તત્વોની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ઝડપાયેલા શખ્સો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા છે અને તેઓ ગુજરાતમાં સંગઠનને સક્રિય કરવાની દિશામાં કામગીરી કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ATSએ અલગ-અલગ ટીમો બનાવી સંકલિત ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તમામ આરોપીઓ હાલ ATSની કસ્ટડીમાં છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન તેમના નેટવર્ક, સંપર્કો તેમજ સંભવિત કાવતરાં અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ઝડપાયેલા શખ્સોના નામ આ મુજબ છે:

  • અહમદ અબ્દુલ્લા ગાજીવાળા
  • ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા
  • મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા
  • ઝકારિયા દુરાની
  • મુફ્તિ ફૌજાન
  • મોહમ્મદ અમીન શેરા
  • મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી
  • બિલાલ મોહમ્મદ

ATS દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપીઓની ભૂમિકા, નેટવર્ક અને સંભવિત ષડયંત્ર અંગે વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail