દેવભૂમિ દ્વારકાના દ્વારકા-ભાટિયા હાઇવે પર ત્રિપલ અકસ્માત, કારચાલક ઇજાગ્રસ્ત

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના દ્વારકા-ભાટિયા હાઇવે પર મોડી રાત્રે બસ, કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બતડીયા ગામના પાટીયા નજીક બન્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ બસ, કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર ટક્કર થતાં કારચાલક ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત રહ્યો હતો.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતની નોંધ લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail