કચ્છમાં આડેસર પોલીસની કાર્યવાહી: બોલેરોમાંથી ગેરકાયદેસર દેશી બંદૂક મળી, બે આરોપી ઝડપાયા

કચ્છ: જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે આડેસર પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક બોલેરો વાહનની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક મળી આવતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

માહિતી અનુસાર, આડેસર પોલીસ પલાસવા ગામની સીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ લાગતા એક બોલેરો વાહનને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી દેશી બનાવટની બંદૂક મળી આવતા પોલીસ દ્વારા બંને શખ્સોને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે હથિયાર કબજે કરીને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આડેસર પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Comment

Traffic Tail