Securities and Exchange Board of India (સેબી)એ મૃત રોકાણકારોના નામે રહેલી સિક્યોરિટીઝ કાનૂની વારસદારોને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મુખ્ય ફેરફારો:
- ફિઝિકલ શેર માટે નાની કિંમતના ક્લેમની મર્યાદા ₹10 લાખ સુધી વધારાઈ.
- ડીમેટ શેર માટે નાની કિંમતના ક્લેમની મર્યાદા ₹30 લાખ સુધી વધારાઈ.
- શેર ટ્રાન્સફર માટે અલગથી PAN કાર્ડ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
- વિલના પ્રોબેટ (Probate)ની ફરજિયાત શરત દૂર કરવામાં આવી.
- અલગ-અલગ એફિડેવિટ અને NOCના બદલે એક જ “Affidavit-cum-NOC” પૂરતું રહેશે.
- QR કોડ ધરાવતા ડેથ સર્ટિફિકેટને માન્યતા આપવામાં આવશે.
અન્ય મહત્વના નિર્ણયો:
- સ્ટોક એક્સચેન્જ મિકેનિઝમ મારફતે “ઓપન માર્કેટ શેર બાયબેક” પ્રક્રિયા ફરી શરૂ કરવાની મંજૂરી.
- મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે ઇન્ટ્રા-ડે બોરોઇંગની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ.
- સેબીના અધિકારીઓ અને સભ્યો માટે પારદર્શિતા વધારવા નવો “કોડ ઓફ કન્ડક્ટ” મંજૂર કરાયો.
સેબીના ચેરમેન Tuhin Kanta Pandeyએ સ્પષ્ટતા કરી કે હાલ કોઈ સ્ટોક એક્સચેન્જ અથવા તેની ગ્રુપ કંપનીને પોતાના જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાની દરખાસ્ત પર વિચારણા ચાલી રહી નથી.
આ નિર્ણયોથી વારસદારોને શેર ટ્રાન્સફર કરવામાં ઓછી કાગળપત્રીઓ, ઝડપી પ્રક્રિયા અને વધુ સરળતા મળશે.









