સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી, નાસતા ફરતા આરોપીની ધરપકડ

Surat સાયબર ક્રાઇમ સેલે ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 હેઠળ મહત્વની સફળતા મેળવી છે.

પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બે અલગ-અલગ કેસોમાં સંડોવાયેલા નાસતા ફરતા એક આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ કમિશનના લોભમાં પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ઠગાઈ માટે ઉપયોગમાં લેવા આપ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, આ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાના પ્રાથમિક પુરાવા મળ્યા છે. હાલ આરોપીના અન્ય સાગરિતો, નાણાંના સ્ત્રોત અને સમગ્ર ફ્રોડ નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Surat Cyber Crime Cell એ નાગરિકોને સાયબર ઠગાઈથી સાવચેત રહેવા અપીલ કરી છે. કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અથવા શંકાસ્પદ વ્યવહાર અંગે તરત જ 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવા અથવા National Cyber Crime Reporting Portal પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Traffic Tail