ઈસનપુરમાં AMCની દબાણ હટાવ ઝુંબેશ

Ahmedabad Municipal Corporation દ્વારા અમદાવાદના Isanpur વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોની હોટેલની ગલીમાં આવેલા શાક માર્કેટ નજીક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. અગાઉ AMC દ્વારા કબજો લેવા માટે નોટિસ આપીને રહેવાસીઓને મકાનો ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.

કાર્યવાહી દરમિયાન:

  • 147 જેટલાં કાચા-પાકા મકાનો અને 14 કોમર્શિયલ બાંધકામો દબાણરૂપ હોવાનું નોંધાયું.
  • 160થી વધુ કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા.
  • આંબા તળાવની આશરે 26,000 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી.

AMCના જણાવ્યા અનુસાર, જાહેર જમીન અને તળાવ વિસ્તારને દબાણમુક્ત કરવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

Leave a Comment

Traffic Tail