DGP જી.એસ. મલિકની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ

ગુજરાતના પોલીસ વડા G.S. Malik ની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યના તમામ જિલ્લાના SP અને શહેરોના પોલીસ કમિશનરો જોડાયા હતા.

કોન્ફરન્સ દરમિયાન DySPથી લઈને રેન્જ I.G. સ્તરના અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.

મુખ્ય સૂચનાઓ:

  • જિલ્લાઓમાં CCTV કેમેરાનું નેટવર્ક વધુ વિસ્તૃત કરવા આદેશ.
  • પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને દરરોજ ઓછામાં ઓછા 2 કલાક ફરિયાદીઓને મળવા સૂચના.
  • પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવા ભાર.
  • અરજદારોની ફરિયાદોનો સમયસર અને અસરકારક નિકાલ કરવા નિર્દેશ.
  • કોઈપણ રજૂઆત અથવા ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચે તે પહેલાં જ સ્થાનિક સ્તરે તેનું નિરાકરણ લાવવા અધિકારીઓને તાકિદ.

DGPએ જણાવ્યું કે લોકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ અને પોલીસ-જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત બનાવવો એ પોલીસ તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ.

Leave a Comment

Traffic Tail