ગાંધીનગરમાં ફરી કોરોનાનો કેસ નોંધાયો, ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ

ગાંધીનગરમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. 51 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

માહિતી મુજબ, ચારધામની યાત્રા કરીને પરત ફરેલી મહિલામાં શરદી, ઊધરસ અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ કરવામાં આવેલા ટેસ્ટમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પ્રવાસન અને યાત્રાના માહોલ વચ્ચે કોરોનાના નવા કેસ સામે આવતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ દર્દીની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave a Comment

Traffic Tail