ભાવનગર મહાનગરપાલિકાના રેકોર્ડ રૂમમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બિઝનેશ સેન્ટર ફૂટપાથ પર રહેતા ગફાર ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપીએ રેકોર્ડ રૂમના તાળા તોડી મહત્વના જૂના દસ્તાવેજોના પોટલાની ચોરી કરી હતી. ચોરી કરાયેલા રેકોર્ડના પોટલા મોતીબાગ ટાઉન હોલ પાસે પડેલી કન્ડમ જીપમાંથી મળી આવ્યા હતા.
ગંગાજળીયા પોલીસ અને ઘોઘાગેટ પોલીસ ચોકીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કર્યાની કબૂલાત આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









