કાજલ મહેરિયાના નામે નકલી છૂટાછેડાની અરજીથી ચકચાર, મહેસાણા કોર્ટમાંથી મામલો આવ્યો સામે

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્ન બાદ હવે તેમના નામે દાખલ કરાયેલી નકલી છૂટાછેડાની અરજીનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં રહસ્યમય રીતે દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, કાજલ મહેરિયા અને તેમના પતિને ફેમિલી કોર્ટ તરફથી નોટિસ મળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. નોટિસ મળ્યા બાદ બંને કોર્ટમાં હાજર રહ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી અને તેમણે કોઈ છૂટાછેડાની અરજી કરી નથી.

તપાસ દરમિયાન અરજીમાં લગ્નની તારીખ સહિત અનેક મહત્વની વિગતો ખોટી હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે આ અરજી કોણે અને શા માટે દાખલ કરી તે અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કાજલ મહેરિયાએ અજાણ્યા શખ્સ સામે મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અરજી દાખલ કરનાર વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ ઘટનાએ કોર્ટ પ્રક્રિયાની સુરક્ષા અને દસ્તાવેજોની ચકાસણી અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail