PCB પોલીસે બાતમીના આધારે રિક્ષા અટકાવી તલાશી લેતાં રૂ.1.60 લાખનો વિદેશી દારૂ મળ્યો
રાજકોટ: શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે PCB પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છકડો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા. કારના શો-રૂમ નજીક GJ-03-BX-8866 નંબરની છકડો રિક્ષાને અટકાવી પોલીસે તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 480 બોટલ મળી આવી હતી.
પોલીસે રૂ.1,60,800ની કિંમતનો દારૂ કબજે કરી વસંત મનોજ માંગરોલીયા અને વિજય મનોજભાઈ માંગરોલીયાને ઝડપી લીધા હતા. બંને શખ્સો શાપર-વેરાવળના બુદ્ધનગર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
PCB PI એમ.આર. ગોંડલીયા, PSI પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, ASI મયુરભાઈ પાલરીયા સહિતના પોલીસ સ્ટાફે આ કાર્યવાહી કરી હતી.









