હાઈવેના વિલંબ અને દારૂના વધતા વપરાશ માટે ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા

મહારાષ્ટ્રના ભાજપ નેતા અને અહમદનગરના પૂર્વ સાંસદ સુજય વિખે પાટીલે રાજ્યમાં હાઈવેના કામમાં વિલંબ તેમજ દારૂના વધતા વપરાશને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાઈ છે.

અહિલ્યાનગર-મનમાડ રોડ પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવથી વૈશ્વિક ઊર્જા પુરવઠાને અસર થઈ છે. તેના કારણે બાંધકામ માટે જરૂરી ડામરની અછત સર્જાઈ છે અને કોન્ટ્રાક્ટરોને દિલ્હીથી મોંઘા ભાવે ડામર મંગાવવો પડી રહ્યો છે. પરિણામે પ્રોજેક્ટનો ખર્ચ પણ વધી ગયો હોવાનું તેમણે જણાવ્યું.

સુજય વિખે પાટીલે વધુમાં દાવો કર્યો કે વૈશ્વિક અસ્થિરતા અને ટ્રમ્પના નિર્ણયોને કારણે લોકોમાં મૂંઝવણ વધી છે, જેના કારણે દારૂના વપરાશમાં પણ વધારો થયો છે. તેમના આ દાવાને લઈને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે.

Leave a Comment

Traffic Tail