આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા વર્લ્ડ કપ 2027ની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ જગતની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર 2027 દરમિયાન યોજાશે.
ICC વર્લ્ડ કપ 2027નું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સંયુક્ત રીતે કરશે. ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને વિશ્વ ચેમ્પિયન બનવા માટે ક્રિકેટનો રોમાંચક જંગ જામશે.
ત્રણ દેશોમાં યોજાનારી આ મેગા ઇવેન્ટ માટે ક્રિકેટ ચાહકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ મેદાનો પર વિશ્વની ટોચની ટીમો વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલા રમાશે.
ICC દ્વારા ટૂર્નામેન્ટના આયોજન અને મેચ શેડ્યૂલને લઈને આગામી સમયમાં વધુ વિગતો જાહેર કરવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓ માટે લગભગ દોઢ મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ વિશ્વ ક્રિકેટનું સૌથી મોટું આકર્ષણ બનશે.
ઉલ્લેખનીય છે કે આફ્રિકી ખંડમાં યોજાનારો આ વર્લ્ડ કપ આધુનિક સુવિધાઓ, ભવ્ય આયોજન અને રોમાંચક મુકાબલાઓ માટે ખાસ યાદગાર બની શકે છે.









