લાલ કિલ્લા પર પહેલીવાર ‘વંદે માતરમ’નું સંપૂર્ણ સંસ્કરણ ગુંજ્યુંઃ પુષ્પવર્ષાથી ઉજવણી બની ઐતિહાસિક

ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં લાલ કિલ્લા પર ઐતિહાસિક દૃશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવ્યા બાદ પ્રથમ વખત ‘વંદે માતરમ’નું સંપૂર્ણ સંસ્કરણ વગાડવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગુંજ્યું.

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પ્રસંગનું વિશેષ મહત્વ રહ્યું. ધ્વજારોહણ સાથે જ સ્વદેશી 105 મિમી લાઇટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી અને આર્મી બેન્ડે વંદે માતરમની ધૂન રજૂ કરી.

સમારોહ દરમિયાન વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટરોએ લાલ કિલ્લા પર પુષ્પવર્ષા કરી. એક હેલિકોપ્ટર પર તિરંગો અને બીજા પર ‘વંદે માતરમ’ લખાયેલો ધ્વજ લહેરાતો જોવા મળ્યો.

વંદે માતરમની ગુંજ, 21 તોપોની સલામી અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાએ સ્વાતંત્ર્ય દિવસના સમારોહને ભવ્ય અને યાદગાર બનાવી દીધો.

Leave a Comment

Traffic Tail