EV માર્કેટે રચ્યો નવો ઈતિહાસ: જુલાઈમાં 3.3 લાખ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ, ઈ-ટૂ-વ્હીલર 2 લાખને પાર

TVS નંબર-1, બજાજ ચેતક બીજા સ્થાને; ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં જાળવ્યું વર્ચસ્વ

નવી દિલ્હી: ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે. જુલાઈ મહિનામાં દેશમાં કુલ 3.3 લાખથી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થયું, જે ગયા વર્ષની સરખામણીએ 66 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે ભારતીય EV ઉદ્યોગે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે.

જુલાઈ દરમિયાન પ્રથમ વખત 2,04,201 ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું વેચાણ થયું, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. હવે દેશમાં વેચાતા કુલ ટૂ-વ્હીલરમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધીને 11.2 ટકા થયો છે.

ઈ-ટૂ-વ્હીલર બજારમાં TVS મોટર55,465 યુનિટ્સ સાથે પ્રથમ સ્થાન જાળવ્યું છે. બજાજ ચેતક 45,562 યુનિટ્સ સાથે બીજા, એથર એનર્જી 30,317 યુનિટ્સ સાથે ત્રીજા અને હીરો વિડા 22,883 યુનિટ્સ સાથે ચોથા ક્રમે રહ્યા. બીજી તરફ ઓલા ઈલેક્ટ્રિકનું વેચાણ ઘટીને 14,102 યુનિટ્સ રહ્યું.

ઈલેક્ટ્રિક કાર અને SUV સેગમેન્ટમાં જુલાઈ દરમિયાન 32,660 યુનિટ્સનું વેચાણ નોંધાયું. વેચાણમાં થોડો ઘટાડો છતાં બજાર મજબૂત રહ્યું અને ટાટા મોટર્સ13,568 યુનિટ્સ સાથે આ સેગમેન્ટમાં પોતાનું અગ્રસ્થાન યથાવત રાખ્યું.

Leave a Comment

Traffic Tail