ક્રૂડ ઓઇલ 100 ડોલરની નજીક, ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાનું જોખમ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 99.88 ડોલર અને WTI ક્રૂડ 94.51 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. અમેરિકા-ઈરાન વચ્ચેના વધતા સૈન્ય તણાવથી વૈશ્વિક તેલ પુરવઠા સામે ચિંતા વધી છે.

ભારત માટે પણ સ્થિતિ ચિંતાજનક બની છે. ઇન્ડિયન બાસ્કેટનો સરેરાશ ભાવ 99.38 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. અગાઉ જૂન-જુલાઈમાં ભારતને ક્રૂડ આશરે 82થી 83 ડોલર પ્રતિ બેરલ મળતું હતું.

હોર્મુઝ જળમાર્ગમાં વધતા જોખમને કારણે ભારત આવતા તેલના જહાજોના ફ્રેઇટ ચાર્જમાં પણ ફેબ્રુઆરી બાદ 400 ટકાથી વધુનો વધારો થયો છે. મોંઘા ક્રૂડ અને વધેલા પરિવહન ખર્ચની બેવડી અસર ભારત પર પડી રહી છે.

જો ક્રૂડના ભાવ લાંબા સમય સુધી 100 ડોલરથી ઉપર રહેશે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધશે અને ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા ઊભી થઈ શકે છે.

Leave a Comment

Traffic Tail