અમેરિકામાં ટ્રમ્પ સરકારને કોર્ટની રાહત, 10% ટેરિફ વસૂલીને મંજૂરી

United Statesમાં ટ્રમ્પ પ્રશાસનને ટેરિફ મુદ્દે મહત્વપૂર્ણ કાનૂની રાહત મળી છે. અમેરિકાની ફેડરલ અપીલ કોર્ટે 10 ટકા વૈશ્વિક ટેરિફ વસૂલવાની મંજૂરી આપી છે.

કોર્ટના આદેશ મુજબ, કેસની કાનૂની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકાર આ ટેરિફ વસૂલવાનું ચાલુ રાખી શકશે. અગાઉ નીચલી અદાલતે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા હતા અને તેના અમલીકરણ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

અપીલ કોર્ટના તાજેતરના નિર્ણયથી ટ્રમ્પ સરકારને તાત્કાલિક રાહત મળી છે. હવે અંતિમ કાનૂની નિર્ણય આવે ત્યાં સુધી ટેરિફ નીતિ અમલમાં રહી શકશે.

આ મામલો આંતરરાષ્ટ્રીય વેપાર અને અમેરિકાની આર્થિક નીતિ સાથે જોડાયેલો હોવાથી તેના પર વિશ્વભરના વેપાર વર્તુળોની નજર છે.

Leave a Comment

Traffic Tail