જામનગરના કનસુમરા પાટીયા નજીક આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી 3 વર્ષની બાળકીમાં ચાંદીપુરા જેવા લક્ષણો જોવા મળતાં તેને તાત્કાલિક સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
શુક્રવારે સાંજે બાળકીના પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તબીબોની ટીમે જરૂરી તપાસ શરૂ કરી બાળકીની સ્થિતિ પર નજર રાખી છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું અને સારવારથી સુધારો જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ નવા શંકાસ્પદ કેસ સાથે જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના કુલ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાંથી 1 કેસ પોઝિટિવ, 11 કેસ નેગેટિવ આવ્યા છે, જ્યારે 1 કેસનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.









