ધોરાજી પંથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાતા ચકચાર

Dhoraji પંથકમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ભુતવડ ગામના 23 વર્ષીય આરોપી સામે BNSની કલમ 64(2)(i), 64(2)(m), 65(1), 351(3) તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને સંબંધિત મુદ્દાઓ અંગે જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પીડિતાની ઓળખ સંબંધિત કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

Leave a Comment

Traffic Tail