ખાદ્ય તેલો પર આયાત જકાત ઘટાડી, પામતેલ-સોયાબીન-સનફ્લાવર તેલ સસ્તાં થવાની શક્યતા
નવી દિલ્હીઃ તહેવારોની સિઝન પહેલાં ખાદ્ય તેલના વધતા ભાવને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારે આયાત જકાતમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી દેશમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.
સરકારે ક્રુડ પામતેલ અને ક્રુડ સોયાબીન તેલ પરની જકાત 10%થી ઘટાડીને 5% કરી છે. જ્યારે રીફાઇન્ડ પામતેલ અને સોયાબીન તેલની જકાત 32.5%થી ઘટાડીને 27.5% કરવામાં આવી છે.
સાથે જ ક્રુડ સનફ્લાવર તેલ પરની આયાત જકાત 10%થી ઘટાડીને શૂન્ય અને રીફાઇન્ડ સનફ્લાવર તેલ પરની જકાત 32.5%થી ઘટાડીને 22.5% કરવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી આયાત ખર્ચમાં ઘટાડો થશે અને તેની અસર આગામી દિવસોમાં ખાદ્ય તેલના છૂટક ભાવ પર જોવા મળી શકે છે.








