ટ્રક સાથે કારની જોરદાર ટક્કર, મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી સહિત 4નાં મોત
જમશેદપુરઃ ઝારખંડના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતાં ચાર લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રીનો પણ સમાવેશ થાય છે.
અકસ્મતમાં કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ દુર્ઘટનાની જાણ થતાં જ મંત્રીના પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર ઝારખંડના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પણ ઘટનાને પગલે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.








