ડે. મેયરના આવાસ મુદ્દે રાજકીય ચર્ચા તેજ

આવાસ ફાળવણીના નિયમો, ભલામણ અને સોગંદનામાની વિગતોની તપાસની માંગ

રાજકોટઃ ડે. મેયરના આવાસને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે આ સમગ્ર પ્રકરણમાં રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આવાસ ફાળવણીમાં કોની ભલામણ હતી, કયા સોગંદનામાના આધારે આવાસ ફાળવવામાં આવ્યા અને લાભાર્થીઓની પાત્રતા શું હતી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

આક્ષેપો વચ્ચે એવી પણ ચર્ચા છે કે કેટલાક લાભાર્થીઓના નામે આલીશાન મકાન કે દુકાન હોવા છતાં તેમને કોર્પોરેશનના આવાસ કેવી રીતે ફાળવવામાં આવ્યા તેની તપાસ થવી જોઈએ. જો આવાસ ફાળવણીના દસ્તાવેજો, સોગંદનામા અને કોર્પોરેશનના રેકોર્ડની તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થઈ શકે છે.

દરમિયાન ડે. મેયરના સમર્થકો દ્વારા પણ સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કરવા માટે પ્રયાસો શરૂ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવાસ ફાળવણીને લઈને આગામી દિવસોમાં વધુ વિગતો બહાર આવે તો મામલો વધુ ગરમાવાની શક્યતા છે.

Leave a Comment