Anjar તાલુકાના ટપ્પર ગામ નજીક આવેલી એક વાડીમાં પૂર્વ કચ્છ LCB દ્વારા દરોડો પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી ઈંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સહિત અંદાજે રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
દરોડા દરમિયાન કુલ 1,277 પેટી શરાબનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પૂર્વ કચ્છ LCB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે અંગે તપાસ ચાલુ છે.
આ કાર્યવાહી કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામેની મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.









