રામમંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપતરાય-અનિલ મિશ્રાને મોટી રાહત

અયોધ્યાના રામમંદિર ચઢાવા ચોરી કેસમાં યોગી સરકારની SITએ અંતિમ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે. અહેવાલ મુજબ ચંપતરાય અને અનિલ મિશ્રાને SITએ ક્લીનચીટ આપી છે અને બંનેના નામ અંતિમ રિપોર્ટમાં સામેલ નથી.

ચઢાવાની ચોરીનો વિવાદ સામે આવ્યા બાદ બંનેની ભૂમિકા અંગે સવાલો ઉઠ્યા હતા. જોકે તપાસ દરમિયાન બંને સામે કોઈ સંડોવણીના પુરાવા મળ્યા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

SITના રિપોર્ટમાં અગાઉ ધરપકડ કરાયેલા 8 આરોપીઓનાં નામ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં FIR રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્યની ફરિયાદના આધારે નોંધાઈ હતી.

જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SITની તપાસ હજુ ચાલુ હોવાથી મામલો સંપૂર્ણપણે થાળે પડ્યો નથી.

Leave a Comment

Traffic Tail