જામનગર એલસીબીનો મોટો દરોડો: ટીંબડી ગામની વાડીમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

154 બોટલ સાથે એક બુટલેગર ઝડપાયો; કચ્છના સપ્લાયરની શોધમાં પોલીસ

જામનગર: જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ જોડિયા તાલુકાના ટીંબડી ગામે ગેરકાયદેસર દારૂના વેપાર સામે કાર્યવાહી કરતાં એક વાડીમાં દરોડો પાડી 154 બોટલ દારૂ અને બિયરના ટીન જપ્ત કર્યા છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. 42 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દરોડા દરમિયાન પોલીસે અશોકસિંહ ટેમુભા જાડેજાને ઝડપી લઈ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો કચ્છના રહેવાસી રામદેવસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ આધારે ફરાર સપ્લાયરને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમગ્ર ઓપરેશન LCB PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટિયા અને તેમની ટીમે પાર પાડ્યું હતું. પોલીસે દારૂ સપ્લાયના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail