Dabhoi તાલુકાના ભાવપુરા ગામે વીજ પોલ ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, ભાવપુરા ગામે એક ખાનગી કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વીજ પોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. મૃતકોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે, જ્યારે કામ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.









